જૂનાગઢ : જૂનાગઢ અપહરણ અને મારામારીના કેસમાં તાજેતરમાં પકડાયેલા ગણેશ ગોંડલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, “ગણેશ ગોંડલને ભૂલનો કોઈ પસ્તાવો ન હોય તેમ હસી રહ્યો છે, જાણે પોલીસનો તેને કોઈ ડર જ હોય.
વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલને 7 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પણ બચાવ પક્ષના વકીલ દ્વારા આવા કેસમાં રિમાન્ડ ની જરૂર ન હોવાની દલીલ કરવામાં આવી.એડિશનલ સેશન્સ જજ બીનાબેન સી ઠક્કર એ આ દલીલ માન્ય રાખી રિમાન્ડ નામંજૂર કર્યા.