NSUIના પ્રમુખ અને દલિત સમાજના આગેવાનનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ

જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગણેશ ગોંડલ સામે અપહરણ, માર મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી.

પરંતુ આ ઘટનાને લઈ ને દલિત સમાજનું ઉગ્ર સ્વરૂપને લઈને આજે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનાના 72 કલાક થયા બાદ પણ ધરપકડ કરવામાં આવી નહોતી જેને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજના લોકોને સાથે લઈને રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે 24 થી 48 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે તો જુનાગઢ બંધ અને અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજવાની ચીમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *